Logo
  • Phone: +91 99784 07899
  • Email: sadbhavnagrp@gmail.com

About US

Our Stories

About our foundation

We Are In A Mission To Help Helpless

સદભાવના ગ્રુપ ટ્રસ્ટ વર્ષ ૨૦૧૦ થી લોકસેવાના પાયાના કામોમાં જમીની સ્તરે કાર્યરત છે. સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી શિક્ષણ,લોકોના સ્વાસ્થ,જરૂરીયાતમંદ લોકોને ભોજન,પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા , હોસ્પિટલોમાં નિ:શુલ્ક ટીફીન સેવા સરકારની યોજનાઓ યોગ્ય લાભાર્થી સુધી પહોચે એની વ્યવસ્થા , જલ બચાવો અભિયાન સ્વચ્છતાના વિષયો પર કામ કરતી સેવાભાવી સંસ્થા છે.

સદભાવના ગ્રુપ ટ્રસ્ટના ચેરમેન હરેશભાઈ ચૌધરી જેઓ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. જે પોતાના જન્મદિન ને સેવા દિન તરીકે ઉજવતા છેલ્લા ૧૫ વર્ષથી પોતાના જન્મદિન નિમિતે લોકોની સુખાકારી માટે પાણીની પરબો શરુ કરતા હોય છે તેમજ વર્ષોથી પોતાનો જન્મદિન જરૂરીયાતમંદ લોકો સાથે ઉજવતા હોય છે. શિક્ષણ ક્ષેત્રે તેમની કામગીરી નોધનીય છે. મહામુહિમ ગવર્નરના સરકારના પ્રતિનિધિ તરીકે અનેક યુનિવર્સીટીમાં તેમને કામગીરી કરેલ છે. સરકારના પ્રતિનિધિ સિન્ડીકેટ સભ્ય તરીકે યુનિવર્સિટી માંથી મળવા પાત્ર સરકાનો કોઈ પણ લાભ સ્વીકાર કર્યા પગાર તેમણે કોરોના મહામારીની પરિસ્થિતિમાં માતા પિતાનો સહારો ગુમાવનાર અનોકો વિદ્યાર્થિની શિક્ષણની સમ્પૂર્ણ ફી ભરી આવા અન્થા વિદ્યાર્થીઓના શિક્ષણ પૂર્ણ કરાવ્યા છે.