"ચાલો કોઈકના સ્મિતનું કારણ બનીએ"

"ચાલો કોઈકના સ્મિતનું કારણ બનીએ"

દાંતાના ડુંગરા વિસ્તારની અંતરિયાળ 27 સ્કૂલોમાં જંગલ ખુંધીને ભણવા આવતા બાળકોને તેમના શૈક્ષણિક કાર્યમાં સહાયક થવા સતત સાતમાં વર્ષ "ચાલો કોઈકના સ્મિતનું કારણ બનીએ" અભિયાન અંતર્ગત સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ શરૂ કર્યું...
ચપ્પલ ન પહેરવાની બાધા લેવાની જગ્યાએ જરૂરિયાત મંદના ખુલ્લા પગ સ્લીપરથી ઢાંકી મદદરૂપ થવાના પ્રત્યન સાથે સ્લીપરજરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શાળા ગણવેશ નોટ ચોપડા તેમજ શાળા બેગનું વિતરણ કર્યું. તા:21/07 થી 27/07 સુધી મારી સદભાવના ટીમના યુવાનો આ વિસ્તારની શાળાનો  પ્રવાસ કરી હજારો બાળકોને તેમના શિક્ષણમાં સહાયક થશે. આજે ગુણીયાફળી,દીવડી,ધરેડા,સિયાવાડા,હજબા ફળી શાળામાં રૂબરૂ જવાનું થયું આજનો દિવસ આ વિદ્યાર્થીઓ સાથે વિતાવ્યો એમની મુશ્કેલીઓ સમજી એમાં એમને સહાયક થવાનો પ્રયત્ન કર્યો...