
સરકારે યુનિવર્સીટીમાં આપલે વિદ્યાર્થીઓના (વાલી) સિન્ડીકેટ તરીકેની જવાબદારીને અને સદભાવના ગ્રુપ ટ્રસ્ટ ની જવાબદારી પૂર્વક નિભાવવાનો પ્રયત્ન.
- Diyodar
- 2020-10-04
દિયોદર તુલાકન દેલવાડા ગામના વાતની બચુજી વીરચંદજી ઠાકોર બંને પગે વિકલાંગ પિતાજીનું બાળપણમાં આવસાન થયેલ માતા ખેત મજુરી કરીને ગુજરાત ચલાવે.બચુજીએ કોઈકની જોડે મારો નંબર મેળવીને આશા સાથે ૨-ઓક્ટોબરે મેસેજ કર્યો કે,હું વિદ્યામંદિરમાં બી.એડ કરું છું.પરીક્ષાના ફોર્મ ભરવાની આવતી કાલે ૩ ઓક્ટોબરે છેલ્લી તારીખ છે ૫ ઓક્ટોબરે મારે પરીક્ષા શરુ થાય છે અને હું આવતી કાલે છેલ્લા દિવસે દિયોદર થી પાલનપુર અને પાલનપુર થી પાટણ જઈ શકું એવી અને લેટ ફી સાથે પરીક્ષા ફી ભરવા માટેની મારી જોડે એવી કોઈ વ્યવસ્થા નથી.
૩ ઓક્ટોબરે દિયોદર આદર્શ કોલેજમાં શૈક્ષણીક મુલાકાતે જવાનું હોઈ ત્યાંથી સીધા દિયોદર થી ૬ કી.મી દૂર આવેલ દેલવાડા બચુજીના ગામ એમના ઘરે જઈ ફોર્મ સ્વીકારી યુનીવર્સીટીમાં ફી સાથે જમા કરાવતા વિકલાંગ વિદ્યાર્થી બચુજી ઠાકોર સોમવારે પરીક્ષા આપી શકશે.

