
યુવાનોની પ્રેરણા હેતુ:
- Palanpur
- 2020-07-29
મદદ કરવા વાળો ઉપરવાળો હજાર હાથવાળો બેઠો છે, તમે ખુશનસીબ છો કે એ તમને નિમિત્ત બનાવે છે.કોરોનાના કાળમાં કોઈ મદદ માંગે અને મદદરૂપ થઇ શકાય તો એ ભગવાનનો આદેશ સમજી મદદ કરજો...
નાટક-ભવાઈમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા રહીમભાઈ મીરની દીકરી શફિરા ઇકબાલને ડીલેવરી પ્રસંગે તાત્કાલિક પાલનપુર હોસ્પિટલમાં દાખલ કરતાં બાળકની તબિયત અત્યંત નાજુક હતી તેને ડોકટર હાઉસમાં ડો.રમેશભાઈ પટેલનાત્યાં દાખલ કરવાની ફરજ પડી.આજે ચાર દિવસ બાદ શફીના ઈકબાલ અને તેના બાળક સ્વસ્થ થતાં ડોકટર રજા આપી.
કોરોનાના કાળમાં છેલ્લા 6 મહિનાથી ઘરે બેઠેલા રહીમભાઈ જોડે કામ ન હોવાથી દવાખાનાનું બિલ ચૂકવવા પૈશા હતા નહિ તેમને કોઈજ પરિચય વગર જ્યારે મદદ માટે જ્યારે મને ફોન કર્યો ત્યારે બસ દર વખતની જેમ એજ વિચાર આવ્યોકે કેટલી આશ સાથે આ વ્યક્તિએ મને ફોન કર્યો છે. રહીમભાઈ ના ફોનને ભગવાનનો આદેશ માની તાત્કાલિક જઈ દવાખાનાનું બિલ ચૂકવી માં-દીકરા બન્નેને રજા આપવી.


