
વૃદ્ધાશ્રમના વડીલો સાથેનો આજનો પ્રવાસ.
- Ambaji
- 2021-12-08
આ વડીલોને પરિવારની હૂંફ જોએએ છે અને એ ક્યાંક આપવામાં આપડે પૂરક બનીએ છીએ તો એ આપડા સૌ ભાગ્ય છે.
આજ રોજ સંજોગોને વસાત વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બનેલા મારા વૃદ્ધાશ્રમના વડીલો જોડે વર્ષોથી ચાલ્યો આવતો મારો નિત્યક્રમ એટલે નવા વર્ષ માં અંબાના દર્શને જવાનું થયું સરસ મજાના એમને માતાજીના દર્શન કરાવ્યા બપોરે અંબાજીમાં સાથે ભોજન લીધું અને સાથે સાથે માતાજી અને વડીલોના અઢળક આશિષ આશીર્વાદ મળ્યા.
ચોક્કસ કોઈક વાર અનુભવાય છે કે
મારી જિંદગી પૈસા,પદ,તાકાત કે
સંપત્તિના આધારે નહીં ,
મારી જિંદગી આ બધા વડીલોની દુઆ અને આશીર્વાદના આધારે ચાલે છે.






