
"देखकर दर्द किसी का जो आह निकल जाती है, बस इतनी सी बात आदमी को इंसान बनाती है।"
- Palanpur
- 2021-06-22
કોરોના મહામારીમાં માતા-પિતાનો સહારો ગુમાવનાર ઉત્તર-ગુજરાતના પાંચ જીલ્લાના ૬૮ વિદ્યાર્થીઓના દ્વારે જઈ તેમના ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસની જવાબદારી ઉપાડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
હેમચદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં જ્યારે સરકારે પોતાના પ્રતિનિધિ તરીકે સ્થાન આપ્યું છે એ મારે મન પાંચ જિલ્લાના વિદ્યાર્થીઓના વાલી તરીકેની જવાબદારી છે.વર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિમાં માતા-પિતાનો સહારો ગુમાવનાર કોઈ પણ વિદ્યાર્થીને તેના અભ્યાસમાં આર્થિક બાબતો આડે ન આવે એ માટે થઈને તેમના કોલેજના આચાર્ય શ્રી નો સંપર્ક સાધી તેમની અભ્યાસની સંપૂર્ણ ફી ની વ્યવસ્થા સદભાવના ગ્રુપ ટ્રસ્ટ તરફથી કરી તથા ત્રણ વર્ષ ગ્રેજ્યુએશનના પૂર્ણ કરે ત્યાં સુધી તેમના શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થાનું આયોજન કર્યું.




