
સતત 13 માં વર્ષે ગુરુનાનક ચોક પાલનપુર મુકામે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા મિનરલ પાણીની પરબનો આજ શુભારંભ
- palanpur
- 2023-03-22
આજ રોજ સતત 13 માં વર્ષે ગુરુનાનક ચોક પાલનપુર મુકામે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા મિનરલ પાણીની પરબનો આજ શુભારંભ કરવામાં આવ્યો...
વટેમાર્ગુઓથી અત્યંત વ્યસ્ત વિસ્તાર પાલનપુરનું હ્રદય એવા ગુરુનાનક ચોક વિસ્તારમાં પરબનો શુભારંભ ભારતીય જનતા પાર્ટીના વડીલ કાર્યકર્તા શ્રી રાણાભાઈ દેસાઈ અને શ્રી રતિકાકા તથા નગરપાલિકાના પ્રમુખ બહેન શ્રી કિરણબેન રાવલ દ્વારા કરવામાં આવ્યો.
મારે ત્યાં કોઇપણ પ્રકારનો ઉંચ નીચ કે અમીર ગરીબ કે નાત જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. "હું છું પરબ" મારે ત્યાં તૄષાને સંતોષ આપી જીવના હ્રદયને હાશ નો એટલે કે ઘણુંબધું મળ્યાનો અહેસાસ કરાવું છું.






