"વૃદ્ધાશ્રમ ના વડીલો ને વ્હારે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ "

"વૃદ્ધાશ્રમ ના વડીલો ને વ્હારે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ "

વૃદ્ધાશ્રમમાં રહેતા 85 વડીલોને આ ઘડપણમાં ઓશિયાળા થઈ કોઈની સામે હાથ લંબાવવો ન પડે એ માટે થઈ તમામ સરકારી યોજનાઓના લાભોથી સજજ કર્યા.

વૃદ્ધ સહાય,વિધવા પેન્શન, દવાખાને ખર્ચ આવે તો પાંચ લાખનું આયુષ્યમન હેલ્થ કાર્ડ જેવી લાભાર્થી યોજનાઓના લાભ સ્થળ પરજ સદભાવના ગ્રુપ ટ્રસ્ટ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શરૂ કરાવ્યા.

રાજ્યમાંથી અલગ અલગ જગ્યાએથી વૃધાશ્રમમાં વસવાટ કરતા વડીલ માતા-પિતાના તમામ ડોક્યુમેન્ટનું કલેક્શન કરી ખૂટતા ડોક્યુમેન્ટ જેતે સરકારી ઓફિસોમાંથી કઢાવી સદભાવના ગ્રુપના ટીમ મેમ્બર દ્વારા એક અઠવાડિયાના ભાગદોડ બાદ આજે કેમ્પ યોજ્યો સ્થળ પરજ બનાસકાંઠા જીલ્લા કલેકટર શ્રીના હસ્તે કાર્ડ એનાયત કર્યા.