આદિવાસી વિસ્તારના બાળકોને સ્લીપર વિતરણ કરવા જતાં મારા દ્વારા ક્લિક થયેલ આ એક દયનીય તસવીર.

આદિવાસી વિસ્તારના બાળકોને સ્લીપર વિતરણ કરવા જતાં મારા દ્વારા ક્લિક થયેલ આ એક દયનીય તસવીર.

મિત્રો,ચપ્પલ ના પહેરવાની બાધા રાખ્યા કરતા કોઈ ગરીબને ચપ્પલ પહેરાવવાની બાધા રાખશો તો ઉપર વાળો જલ્દી રાજી થશે..🙏

આદિવાસી વિસ્તારના નાના ફૂલજેવા બાળકો આર્થિક નબળી પરિસ્થતીના કારણે ખુલ્લા પગે 3 કી.મી સુધી ચાલીને જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં શાળાએ જતા પગમાં રીતસર જાણે ખિલ્લીની ટોચ જેવા કાણાં તેમના પગમાં જાતે મહેસૂસ કર્યા.એજ દિવસે 20 જેટલી શાળાઓમાં તો સ્લીપર વિતરણ બાળકોને કર્યા, પણ આજે નક્કી કર્યું છે કે વેકેશન ખુલ્યા બાદ આ અમીરગઢ-દાંતા વિસ્તારની કોઈ શાળાના બાળકો ખુલ્લા પગે શાળાએ ન જાય એની ચિંતા કરવી છે, બુટ ના આપી શકીએ તો કંઈ નહિ પણ ચંપલ તો મિત્રોના સાથ સહકારથી પહેરાવવા જ છે..

મિત્રો મોંઘા બુટ ચપ્પલ આપડે જરૂર પહેરીએ પણ માત્ર 40 રૂપિયાના સ્લીપર પણ કોઈ જરૂરીયાત મંદને જરૂર પહેરાવી એ એજ અપેક્ષા..🙏
 

લી.સદભાવના ગ્રુપ ટ્રસ્ટ 

પાલનપુર